Maharashtra: ઉદ્ધવ સરકાર પર સંકટના વાદળો!, કોંગ્રેસ-શિવસેના આ મુદ્દે આમને સામને
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) માં મહા વિકાસ આઘાડી ગઠબંધનની સરકાર તો બની ગઈ પરંતુ વારંવાર આ સરકારના ઘટક પક્ષોમાં કોઈને કોઈ મુદ્દે મતભેદ ઊભા થઈ જાય છે. હવે મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ(Congress) વચ્ચે ઔરંગાબાદ(Aurangabad) શહેરનું નામ બદલવાના મુદ્દે વિવાદ છેડાઈ ગયો છે.
કોંગ્રેસે શિવસેનાને યાદ અપાવ્યો ગઠબંધન ધર્મ
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલવાને લઈને કોંગ્રેસ અને શિવસેના એકબીજાથી નારાજ જોવા મળી રહ્યા છે. શિવસેના ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાની યોજના ઘડી રહી છે. જેના પર કોંગ્રેસના નેતા સંજય નિરુપમે શિવસેનાને ગઠબંધન ધર્મ અને કોમન મિનિમમ પ્રોગ્રામની યાદ અપાવી છે.
Corona New Strain: ભારત બન્યો દુનિયાનો પહેલો દેશ, જેણે કોરોનાના નવા સ્ટ્રેન પર મેળવી આ અદભૂત ઉપલબ્ધિ
પર્સનલ એજન્ડીથી ન ચાલે સરકાર-કોંગ્રેસ
કોંગ્રેસના નેતા સંજય નિરુપમે કહ્યું કે, 'ઔરંગાબાદનું નામ બદલવું એ શિવસેનાનો જૂનો એજન્ડા છે, પરંતુ સરકાર ત્રણ પાર્ટીઓની છે એ ભૂલવું જોઈએ નહીં. ગઠબંધનની સરકારો કોમન મિનિમમ પ્રોગ્રામથી ચાલે છે. કોઈના પર્સનલ એજન્ડાથી નહીં. પ્રોગ્રામ કામ કરવા માટે બન્યો છે, નામ બદલવા માટે નહીં.'
શિવસેના મામલાને તૂલ આપવા માંગતી નથી
કોંગ્રેસની નારાજગીની ખબરોને શિવસેના કોઈ તૂલ આપવા માંગતી નથી. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે 'ઔરંગાબાદનું નામ બદલવું એ શિવસેનાનો જૂનો એજન્ડા છે અને સાથે બેસીને મહા વિકાસ આઘાડીમાં સામેલ પાર્ટીઓ તેના પર એક મત બનાવી લેશે.'
ભાજપે કર્યો કટાક્ષ
મહા વિકાસ આઘાડીમાં કોઈ વિવાદ થાય અને ભાજપ પાછળ રહે તે બને ખરું? ઔરંગાબાદનું નામ બદલવાના મુદ્દે શિવસેના અને કોંગ્રેસની નારાજગી પર ભાજપે કટાક્ષ કર્યો છે. ભાજપે કહ્યું કે આ કામ શિવસેના પહેલા પણ કરી શકે તેમ હતી. ભાજપના નેતા રામ કદમે કહ્યું કે શિવસેનાને મહાનગરપાલિકા ચૂંટણી અગાઉ સંભાજી નગર નામ યાદ આવ્યું. આ કામ પહેલા કેમ ન કર્યુ. આ કામ, આ આખી લડત જ ખોટી છે.
કોંગ્રેસ પહેલેથી છે નારાજ
આ અગાઉ પણ મહા વિકાસ આઘાડીમાં સામેલ કોંગ્રેસ, રાહુલ ગાંધી પર ટિપ્પણીઓ અને શરદ પવારને યુપીએ અધ્યક્ષ બનાવવાની વકીલાતવાલા નિવેદન પર નારાજગી વ્યક્ત કરી ચૂકી છે. હવે ઔરંગાબાદનું નામ બદલવાના મામલે કોંગ્રેસના નેતાઓએ આકરું વલણ અપનાવેલું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે